આચાર્યની ભરતી પ્રક્રિયા બાબતે માર્ગદર્શન શિબિરનું આયોજન

0
758

સરકાર દ્વારા ગાંધીનગર જીલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયાનાં નિયમો, ધારાધોરણો અને સમગ્ર પ્રક્રિયાની સમજણ આપવા શાળા સંચાલકો માટે માર્ગદશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય. બોર્ડ તથા નાયબ નિયામક દિનેશભાઈ પટેલ તેમજ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં ગાંધીનગર જીલ્લા ગ્રાન્ટેડ/ નોન ગ્રાન્ટેડશાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. શંકરસિંહ રાણા, ગાંધીનગર જિલ્લા શાળા સંચાલક મંડળનાં પ્રમુખ બાબુભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ રાવલ અને ડાહ્યાભાઈ રાવલે સંભવિત મુશ્કેલીઓ અને તે બાબતે મંડળ દ્વારા કરવાની રજુઆત વિષે છણાવટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here