ગાંધીનગરમાં ગ્રાન્ટેડ શિક્ષકોના ધરણા – રામધૂન

0
347

ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક સંઘના આયોજનના પગલે પોતાની જુદી જુદી વણઉકેલાયેલી માંગણીઓ માટે ગાંધીનગર સેકટર – ૬, સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ધરણા અને રામધૂન બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.

તેમની માંગણીઓમાં મુખ્ય ગ્રાન્ટેડ તથા સરકારી શાળાના શિક્ષણ સહાયકો દૂર કરવા, સહાયકોની નોકરી સળંગ ગણવી, સાતમા પગાર પંચના અમલ બાદ પણ તફાવતની રકમ ચુકવવામાં આવી નથી તે ચૂકવવી તથા સરકારી કર્મચારી ગણવાની માંગણી બુલંદ રીતે ઉભરી આવી હતી. સરકારી શાળાના શિક્ષકોને મળતા લાભ પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મળે નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના શરૂ કરવા તથા સીપીએફને બદલે જીપીએફની યોજના અમલમાં લાવવા માંગણી કરવામાં આવી હતી. તેમની માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here