નિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાતથી મલેશીયાના મહિલા તબીબ ખુશ

0
460

ઉમરાળા તાલુકામાં ચાલતી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલ ટીબીની માનવ સેવાથી ગદગદિત વિદેશી તબીબ તાજેતરમાં મલેશિયાના લેડી તબીબ ડો. લી ચીની ગાયનેકોલોજીસ્ટ ડો.લિબસીયા અમદાવાદ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી માનવ સેવા ટ્રસ્ટની ટીબી ઉમરાળા આરોગ્ય ધામ પધારેલ બે દિવસીય દરમ્યાન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલની માનવ સેવા નિહાળી આફરીન થયા. ખુશી વ્યક્ત કરી સંપૂર્ણ કેશ કાઉન્ટર વગરની આટલી અદ્યતન ફેસીલીટી ધરાવતી તમામ સુવિધાસભર હોસ્પિટલ સંપૂર્ણ મફત ચાલતા જોઈ અચરજ વ્યક્ત કર્યું. હોસ્પિટલના સ્ટાફ સ્ટ્રકચર સ્વચ્છતા દર્દી નારાયણોની સેવા માટે તત્પરતા ટ્રસ્ટીઓનો વહેવાર જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી અને મેનેજીંગ ટ્રસ્ટી બે એલ રાજપરાને સંસ્થાની માનવિય સેવાથી ગદગદિત થઈ આભાર પ્રગટ કરતું પ્રમાણપત્ર અર્પણ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here