મોદી પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે ૧૧ લીમડાનું શહેરમાં વૃક્ષારોપણ કરાયું

0
1008

તા.૨૪ને રવિવારે સવારે મોદી લક્ષ્મીચંદ દયાળજી પરિવારના વડીલ સ્વ.શ્રી દેવયાનીબેન વસંતરાય મોદીના સ્મરણાર્થે સમગ્ર મોદી પરિવાર દ્વારા ૧૧ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ ૨૨-૬-૨૦૧૮ના રોજ વડીલ દેવયાની બેન શ્રીજીચરણ પામ્યા હતા. તેમના સ્મરણાર્થે મોદી પરિવારે અન્ય સંસ્થાઓમાં દાન આપવાની સાથે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરાવવાનું પણ નક્કી કર્યુ હતું. મોદી પરિવારની દિકરી હસ્તી મોદી ગ્રીસીટીની સભ્ય છે. અને પર્યાવરણ પ્રત્યે ખુબ જ પ્રેમ ધરાવે છે. આ વૃક્ષારોપણ પ્રસંગે સમગ્ર મોદી પરિવાર ઉપરાંત ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, કમલેશભાઈ શેઠ, કિલોનભાઈ મહેતા, મીસ યોગીની જાનવી મહેતા તથા ઝેક ઝાલા તથા અર્જુનભાઈ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here