ભુરખીયા હનુમાનજી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0
430

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પમાં ૧૭૦ દર્દીની તપાસ ૪૪ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરાયા. જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ ક્લબ અમરેલી સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે તા.ર૦-૬ને બુધવારના સવારના ૮-૦૦ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવામાં આવેલ. ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સહયોગથી દર માસના ત્રીજા બુધવારે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબી સ્ટાફ અને લાયન્સ ક્લબ જિલ્લા અંધત્વ નિવારણના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પમાં લાઠી, દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓ લાભ મેળવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here