ચિત્રામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

0
831

ભીમ અગિયારની રાત્રે જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમોને એસઓજી પોલીસે રૂા.૩૭૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા.

સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે ચિત્રા સ્થિત પટેલ હોન્ડા શો રૂમ પાછળ જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો જેમા પૃથ્વીરાજસિંહ બચુભા ગોહિલ, જયરાજસિંહ બળવંતસિંહ ગોહિલ, રઘુવિરસિંહ બહાદુરસિંહ, વિજય પ્રવિણભાઈ તથા ઘનશ્યામ કવા ભાઈને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૨૨૮૮૦ તથા મોબાઈલ નંગ ૪ મળી કુલ રૂા.૩૭૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ડી.ડીવીઝન પોલીસ મથકમાં સોંપી ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here