બંધ મકાનમાંથી ૯.૭૦ લાખની ચોરી

0
392

શહેરના ડોનચોક વિસ્તારમાં આવેલ એક બંધ મકાનને કોઈ અજાણ્યા શખ્સોએ ટાર્ગેટ કરી સોના-ચાંદીના દાગીના તથા હિરા, રોકડ રકમ મળી કુલ રૂા.૯.૭૦ લાખની મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યાની પોલીસ ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

સમગ્ર ઘટના અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી પ્રાપ્ય વિગતો અનુસાર શહેરના ડોનચોક વિસ્તારમાં આવેલ જમીન વિકાસ બેંકવાળા ખાંચામાં શ્રીપાલ ફ્લેટ સામે પ્લોટ નં.૬૩૧/એમાં રહેતા અને દાણાપીઠમાં દુકાન ધરાવતા જૈન નલીનભાઈ રમણીકલાલ વોરા ગત તા.રર-૬ના રોજ પોતાના પરિવાર સાથે તેમના સંબંધીના ઘરે અમદાવાદ વ્યવહારીક પ્રસંગે ગયેલ હોય જેને લઈને તા.રર-૬ થી ર૪-૬ સુધીના સમયગાળા દરમ્યાન બંધ મકાનના પાછળના ભાગે આવેલ બાથરૂમના વેન્ટીલેશનની ગ્રીલ તોડી કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશી રૂમમાં રાખેલ કબાટ, તીજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, તૈયાર હીરા તથા રોકડ રકમ રૂા.૬૦ હજાર મળી કુલ રૂા.૯.૭૦ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા. નલીનભાઈ આજે પરિવાર સાથે પરત ફરતા સમગ્ર ઘટનાની જાણ તથા તેમણે ઘોઘારોડ પોલીસ મથકને જાણ કરતા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તુરંત જ ડોગ સ્કવોર્ડ, એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી તપાસ હાથ ધરેલ. આ બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બી ડીવીઝન પો.સ્ટે.માં ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જે.કે. ઈસરાણીએ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here