નિર્મળનગર કુંજ લેસરની ઓફીસમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

0
667

ભાવનગર રેન્જ આર.આર.સેલ તથા નિલમબાગ પોલીસની ટીમએ નિર્મળનગરમાં હિરા વ્યવસાયની આડમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી નવ બાઝીગરોને ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ શહેરના નિર્મળનગર શેરી નં.૧ પ્લોટ નં.૨૧૧માં આવેલ કુંજ લેસર નામની ઓફીસમાં પૂર્વ બાતમી આધારે દરોડો પાડી હાર જીતનો જુગાર રમતા ૯ શખ્સો જેમાં સુરેશ ઉર્ફે એસકે કાનજી પટેલ, અશોક નાનુભાઈ પટેલ, અલ્પેશ હસમુખભાઈ પટેલ, જીતુ બચુભાઈ ગોહિલ, રાકેશ નટુભાઈ બાંભણીયા, હનીફ આદમભાઈ ઘાંચી, વિજય ઘેલાભાઈ વેગડ, ભદ્રેશ હસમુખભાઈ પટેલ તથા પંકજ ઉર્ફે પીન્ટુ કુંવરજીભાઈ પટેલ વાળાને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૫૯,૧૦૦ મોબાઈલ નંગ-૯ કી, રૂા.૩૦,૦૦૦ તથા બાઈક નંગ બે કિ રૂા.આ.૫૦ હજાર મળી કુલ રૂા.૧,૩૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા એક્ટ મુજબ તમામ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here