કેન્દ્રિય મંત્રી ગિરીરાજ સિંહે અખબાર ભવનની મુલાકાત લીધી

1216

ગાંધીનગરના અખબાર ભવન ખાતે શબ્દયુદ્ધના તંત્રી અરુણ રાજપૂતને ત્યાં પધારેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પત્રકારોને સંબોધ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગાય અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં પૂરતી રોજગારી ઉભી કરવામાં આવશે જેનાથી બેરોજગારીનો પ્રશ્ન સોલ્વ થઇ જાય. તેઓએ અહીં ગાય અને માઈ આ બે મુદ્દાઓ પર ફોક્સ કરીને બેરોજગારી હટાવવાની વાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ગાયની આયુષ્ય મર્યાદા ૧૬ – ૧૮ વર્ષની હોય છે પરંતુ તે ફક્ત ૬ વર્ષ જ દૂધ આપે છે ત્યારબાદ તે વસુકી જતી હોય છે અને કોઈ કામમાં ઉપયોગી નથી રહેતી પરંતુ તેના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો તે ખેડૂતો માટે સારી આવક ઉભી કરી શકે તેમ છે. બિહારમાં આ અંગે એક પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. ગાયના એક કિલો છાણનાં ૫ રૂપિયા અને એક લિટર ગૌમૂત્રના ૧૨ રૂપિયા પશુપાલક કમાઈ શકે છે.

માઈનો મતલબ મહિલાઓ સાથે છે જેમને સોલાર ચરખાના માધ્યમથી મહિનામાં ૬ થી ૧૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ પર ભાર મૂકીને ભારતમાં કૌશલ્ય વિકસે તેવી વાત કરી હતી. રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવેલા સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકારનું લક્ષ્ય ૨૦૨૨ સુધી ૪૦.૨ કરોડ લોકોના કૌશલ્યના વિકાસનો છે તેમજ તેના દ્વારા રોજગારીનું સર્જન થાય તે છે.

Previous articleઆપણું ફાઉન્ડેશન દ્વારા સમર ડે ની ઉજવણી કરાઈ
Next articleકોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ૯૦ ટકા હાંસલ કરતો સે.-ર૭નો સોહમ્‌ વ્યાસ