અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા સફાઈ અભિયાન : વેસ્ટ પ્લાસ્ટીકનો નાશ કરાયો

939

અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ દ્વારા તમામ અધિકારીઓ દ્વારા કદી ન નાશ થતા અને પર્યાવરણને મોટુ નુકશાન કરતા વેસ્ટ પ્લાસ્ટીકને ૧૦૦ જેટલા કર્મચારીઓ સાથે જાતે વીણી વીણીને સંપૂર્ણ નાશ કરાયો. જેમાં મહારેલી સાથે દરેક ઓફિસરો કર્મચારીગણ સહિત શપથ લેવાયા હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ જાફરાબાદ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કદી ન નાશ થતા અને પર્યાવરણને મોટુ નુકશાન કર્તા વેસ્ટ પ્લાસ્ટીક તમામ જગ્યાએથી વીણીને તેનો સંપૂર્ણ નાશ કરવા ટ્રેક્ટરો ભરીને દુર લઈ સંપૂર્ણ નાશ કરાયો. જેમાં નર્મદા સિમેન્ટ કંપની યુનિટ હેડ વિજય એકરે ભુપેન્દ્રસિંહ પંકજ અગ્રવાલ, બાબુ રાઈલી, જેઠવા દિલીપકુમાર મિશ્રા તરૂણ દિવાન મુકેશભાઈ પરમાર અને ચંદ્રેશભાઈ જેવા દરેક ફંક્શનના હેડ અધિકારીઓ સાથે કંપનીના કર્મચારી ભાઈ-બહેનો સહિત તમામ કર્મચારીઓએ જ્યાં ત્યાં પડેલ વેસ્ટ પ્લાસ્ટીક વીણીને આખા ટ્રેક્ટરો ભરી તેનો સંપૂર્ણ નાશ કરાયો તેમજ નર્મદા સિમેન્ટ દ્વારા મહારેલી અને તમામ અધિકારીઓ કર્મચારીઓએ શપથ લીધા કે અહીંયા તો શું પણ રેસીડેન્ટ વિસ્તાર કે શેરી મહોલ્લામાં અમો વેસ્ટ પ્લાસ્ટીક કે ઘનકચરો ભેગો કરી તેનો સંપૂર્ણ નાશ કરીશું તેમ કંપની યુનિટ હેડ વિજય એકરે તેના નિવેદનમાં કહેલ. રાજુલા જાફરાબાદ તાલુકામાં બીજી મહાકાય કંપનીઓને પ્રેરણાદાયક અભિયાન થયું છે.

Previous articleજાફરાબાદ ન.પા. આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ
Next articleલીંબુના ભાવો તળીએ પહોંચ્યા