જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનું પાલીતાણામાં સન્માન

1433

ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે નવા નિમાયેલા પાલીતાણાના માજી ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડના નવા સર્કિટ હાઉસ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હાજી હયાતખાન બલોચ, પૂર્વ નગરપતિ પ્રવિણભાઈ ગઢવી, કિરીટભાઈ ગોહિલ, તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડાયાભાઈ ચોસલા, પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અબ્બાસ એ.માંકડા, યુથ કોંગ્રેસના પ્રમુખ, આઈટી સેલના પ્રમુખ, એનએસયુઆઈના પ્રમુખ, નગરસેવકો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ કોંગ્રેસ પક્ષના સૌ કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા અને કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા પ્રમુખને પુષ્પગુચ્છ, શાલ અને ફુલહારથી પ્રમુખનું સન્માન કર્યુ હતું.

Previous articleનંદકુંવરબા કોલેજમાં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી યોેજાઈ
Next articleકોંગ્રેસનાં નવા હોદ્દેારોનું સન્માન