હાર્દિકનો શિક્ષણમંત્રીને પત્ર : શિક્ષણ મુદ્દે મોટા જન આંદોલનની ચીમકી

0
949

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ઇ્‌ઈ મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખુલ્લો પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં આરટીઈના અમલમાં થતાં ઠાગાઠૈયા અંગે રોષ વ્યક્ત કર્યો છે. તેણે પત્રમાં શિક્ષણમંત્રીને ચિમકી આપતાં જણાવ્યું છે કે, એવું ન થાય કે ગુજરાતમં શિક્ષણ મુદ્દે મોટું જનઆંદોલન થઈ જાય.

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, આરટીઈ એક્ટ હેઠળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં ૫થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને તત્કાલીક પ્રવેશ આપવો જરૂરી છે. પરંતુ હજુ પણ ૩૦,૦૦૦થી વધુ ગરીબ બાળકો પ્રવેશથી વંચિત છે. જેનું મુખ્ય કારણ છે ખાનગી શાળા સંચાલકોની વધતી જતી દાદાગીરી અને મનમાની. ગરીબ બાળકોના ભવિષ્ય સાથે સૌથી મોટો અન્યાય છે. ગુજરાતની ભાજપ સરકાર આરટીઈ એક્ટનો અમલ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

આરટીઈ એક્ટ મુજબ જો કોઈ બાળકને પ્રવેશ મળે છે તો પણ તે બાળક સાથે અમીરી ગરીબીનો ભેદભાવ થાય છે અને આ ભેદભાવ ભારતના બંધારણનું અપમાન કરે છે. આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળક તરીકે પ્રવેશ લેવો એ ગુનો નથી. છતાં શાળા સંચાલકો આ બાળકો સાથે અમીરી ગરીબીનો ભેદભાવ રાખી સામાન્ય બાળક અને આરટીઈ હેઠળના બાળકોના વર્ગખંડ અલગ અલગ રાખીને ગરીબી અને અમીરી વચ્ચે વૈમશ્ય ફેલાવાનું ષડયંત્ર થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here