જેસરના તાંતણીયા ગામે શંકાસ્પદ રીતે ફરી રહેલ યુવકને ગ્રામજનોએ લમધાર્યો

1125

તાજેતરમા જ સોશિયલ મીડિયામા છોકરા ચોરતી ગેંગ ગુજરાત ભરમા સક્રિય હોય અને ૩૦૦ જેટલા લોકો આમાં શામિલ હોય તેવા મેસેજ ફરતા થયા છે ત્યારે અનેક જગ્યા પરથી શંકાસ્પદ ગતિ વિધિ કરતા લોકો-જાગૃતો દ્વારા ઝડપીને માર મારી પોલીસને હવાલે કરવાના બનાવોમા વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે આવો જ એક બનાવ મહુવા -જેસર તાલુકાના તાતણીયા ગામે બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તાતણીયા ગામે બપોરના એક વાગ્યાના સુમારે બે શંકાસ્પદ યુવકો બે કલાક થી વધુ સમયથી ગામમાં આંટા ફેરા કરતા નજરે પડ્યા હતા ત્યારે એક દુકાનદાર દ્વારા આ બંને યુવકોને પૂછવામા આવ્યું કે ભાઈ તમે શું કામ ગામમા આંટા ફેરા કરો છો અને તમારે કોનુ કામ છે એવુ પૂછતાની સાથે બંને યુવકો કઈ પણ જવાબ આપ્યા વગર જ ભાંગવા લાગ્યા ત્યારે ગ્રામજનો એકઠા થઈ જતા એક યુવક ઝડપાયો અને બીજો નાશી છૂટવામાં સફળ રહ્યો હતો તેવામાં પકડાયેલ યુવક છોકરા ચોરતી ગેંગનો હોવાનું સમજીને લોકો એ ઢોર માર માર્યો હતો અને લોકો દ્વારા પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ના હતો ત્યારે લોકો દ્વારા તેને ખૂટવડા પોલીસને હવાલે કર્યો હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી હતી. આ અંગે અમારા પ્રતિનિધિ દ્વારા ખૂટવડા પોલીસનો સંપર્ક પણ કરાયો હતો પણ ત્યાં કોઈ વાતચીત થઈ ના હતી ત્યારે આ અંગે પોલીસ અને સૂત્રો પાસે  એવું જાણવા મળ્યુ હતું કે આ યુવક ઉના તાલુકાના ધોકડવા ગામનો રહેવાસી અને ભાવેશ હરિયાળી હોવાનું ખૂલ્યું હતું. હાલ યુવકના પરિવારજનો દ્વારા બગદાણા પગપાળા દર્શને જતા હોવાનું જણાવીને યુવકને ખૂટવડા પોલીસ સ્ટેશનમાથી મુક્ત કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Previous articleબોરતળાવ પાસે પ્રોવિઝન સ્ટોરમાંથી રોકડની ચોરી
Next articleનવાપરા રોડ પર ટ્રાફીક પોલીસે ફરી એક વખત સફાયો કર્યો