પીપાવાવ જમીન મુક્તિ આંદોલનને સફળતા રાજ્ય સરકારના આદેશથી દબાણો હટાવાયા

0
709

પીપાવાવ ગામ જમીન મુક્તિ આંદોલનને આજે ૬પમાં દિવસે આખરે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ગામની જમીનમાં ગેરકાયદે જમીન દબાણ કરી જેમાં જીંગા ફાર્મ બનાવી દીધેલ સહિત દબાણો એસ.પી. નિર્લિપ્તરાયની સુચનાથી હટાવાયા રસ્તા ખુલ્લા કરાયા ત્રણ દિવસ ઓપરેશન ચાલશે.

પીપાવાવ ગામની જમીન મુક્તિ આંદોલનને આજે ૬પમાં દિવસે રાજ્ય સરકારના આદેશ છુટ્યા. પીપાવાવ ગામની જમીનોમાં કરેલ દબાણો જીએચસીએલ કંપની સહિતે ગેરકાયદે બનાવી દીધેલ. મીઠુ પકવવાના બદલે જીંગા ફાર્મો તેને આજે નિર્લિપ્ત રાયની સુચના મુજબ દબાણ હટાવ ઓપરેશન પીપાવાવ મરીન ડુંગર, રાજુલા કે જાફરાબાદ સહિત પોલીસ મથકોના બે-બે પી.આઈ. રાજુલા પી.આઈ. યુ.ડી. જાડેજા, જાફરાબાદ પી.આઈ. આર.ટી. ચનુરાના પોલીસ કાફલા સાથે પીપાવાવ ગામની જમીનોમાં કરેલ દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ. પોલીસ તંત્ર સાથે ડેપ્યુટી કલેક્ટર ડાભી મામલતદાર ચૌહાણ સહિત લિગલી સરકારી ગામની જમીનનો રેકોર્ડ સાથે પહોંચી ગયા અને દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ. આ બાબતે આજે પીપાવાવ ગામ જમીન મુક્તિ આંદોલનના ૬પમાં દિવસે તંત્ર રાજ્ય સરકારના આદેશથી હરકતમાં આવતા આંદોલન કારીઓ ચાલુ વરસાદમાં પણ ન હટતા આંદોલન શરૂ રાખેલ અને હવે તે તમામ આંદોલનકારીઓની મુખ્ય માંગ સંતોષાય એટલે આંદોલન સમેટી લેવાય જાય તેવો સમય આવી ગયોના તમામ આંદોલનકારીઓ મજુર વર્ગ જ હોય તે તેની રોજીરોટી આજ સુધી બંધ કરી આંદોલનમાં મહિલા બાળકો સહિત જોડાયા હોય તે આંદોલન રાજુલા તાલુકાનું સૌથી મોટા આંદોલનને રાજ્ય સરકાર તેમજ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની કાર્યશૈલીની પ્રસંશા કરેલ અને આ ત્રણ દિવસમાં ભલભલા ચમરબંધીના તપેલા ચડી જાય તેવા અણસાર દેખાય રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here