ભાજપના નારાજ MLAને ૪ મંત્રીઓએ મનાવી લીધા, ૨ કલાક સુધી ચાલી બેઠક

1505

ભાજપના બે નારાજ થયેલા ધારાસભ્યોને મનાવવા માટે નારાજ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત બે મંત્રીઓ અને સંગઠનના એક પદાધિકારીએ બે કલાક સુધી બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રીના બંગલે મળેલી આ બેઠકમાં નારાજ ધારાસભ્યોને બાંહેધરી આપી મનાવી લીધા છે. સરકારી પ્રોજેક્ટમાં આડખીલી રૂપ બનતાં અધિકારીઓ સામે કડક પગલા ભરવાની ખાતરી આપી ધારાસભ્યોના કામો ન કરતાં અધિકારીઓની યાદી બનાવી તેમને પણ સૂચના આપવા માટેની ખાતરી સરકારે આપતા બેઠક પૂર્ણ થઇ હતી.

ગુજરાતના વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કેતન કેતન ઈનામદાર અને યોગેશ પટેલે અધિકારીઓની સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી હતી. જેનાથી ભાજપ સરકાર અને સંગઠન મચી ગયું હતું. આ ધારાસભ્યોને સમજાવા બે સિંહ મંત્રીઓને જવાબદારી સોંપાઇ હતી. ત્યાર બાદ આજે બપોરે ૨ વાગ્યાથી નાયબ મુખ્યમંત્રી કે જેઓ પણ સરકારથી નારાજ છે તેમણે પોતાના બંગલે બેઠક બોલાવી હતી.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને ભાજપ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા નારાજ બે ધારાસભ્યોની સાથે બેઠક કરી હતી. આ બેઠકના બે કલાક બાદ તેમને આવા અધિકારી સામે કડક પગલા લેવાની બાંહેધરી આપી મનાવી લેવામાં આવ્યા હતા.

Previous articleજેસીબી અને સફાઈ કામદારો દ્વારા શરૂ થયેલી સઘન કામગીરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે