બેફામ ફી લેવાના વિરોધમાં DEO ની કચેરીને NSUI દ્વારા તાળાબંધી

0
647

રાજ્યના પાટનગરમા જિલ્લા શિક્ષણાધિકારીનો શિક્ષણના માફિયા સમાન શાળા સંચાલકોને કોઇ ડર રહ્યો જ નથી. અધિકારી માત્ર શોભાના ગાઠિયા સમાન હોય તેવુ પુરવાર થઇ રહ્યા છે.

ફીના નામે ડોનેશલ લેવાની અને એફઆરસીના નીતિ નિયમોને ઘોળીને પી જવામાં કોઇ કસર રાખવામાં આવી નથી. જિલ્લા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરો દ્વારા સહયોગ સંકુલમાં આવેલી કચેરીમાં તાળાબંધી કરી નોટીસ મારવામાં આાવી હતી અને હલ્લાબોલ કર્યું હતું.

બે દિવસ પહેલા આવેદન આપ્યુ હતુ, જેની માહિતી નહિ મેળવવા કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. ગાંધીનગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવેશ દેસાઇ અને પ્રદેશ એનએસયુઆઇ મહામંત્રી અમિત પારેખે કહ્યુ કે, ગાંધીનગર શહેરમાં આવેલી ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ વાલીઓ પાસેથી ફી વસુલાય છે.

એફઆરસીનો અમલ કરાયો નથી ત્યારે પહોંચ આપ્યા વિના ડોનેશન લેવાઇ રહ્યુ છે. બે દિવસ પહેલા જિલ્લાની કેટલી શાળાઓ દ્વારા એફઆરસીમાં ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે તેની માહિતી માટે આવેદન આપ્યુ હતુ. જવાબ નહિ મળતા શુક્રવારે કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જ્યારે અધિકારીની રાહ જોવા છતા નહિ આવતા આખરે અધિકારીની ચેમ્બરના દરવાજે ‘ડીઇઓ સાહેબ વહિવટ કરવામાં વ્યસ્ત હોવાથી કચેરીની કામગીરી બંધ રાખવામાં આવેલ છે’ દરવાજે નોટીસ લગાવી દીધી હતી. બંને આગેવાનોએ ચિમકી ઉચ્ચારી હતી કે અધિકારી આજે નહિ તો કાલે પણ જ્યારે પણ આવશે ત્યારે જવાબ માગીશું.

જો નહિ આપવામાં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. પરંતુ જિલ્લાના એક પણ વાલીના ખિસ્સા હવે શાળા સંચાલકો અધિકારીની મીલી ભગતથી ખંખેરી શકશે નહી.

ગાંધીનગર જિલ્લા અને શહેરની ખાનગી શાળાઓમાં એડમિશન માટે ડોનેશન અને ફીની વસૂલાત કરવાના વિરોધમાં એનએસયુઆઇના કાર્યકરોએ ડીઈઓ કચેરીને તાળાબંધી કરતા અફરાતફરી મચી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here