કાયમીની માંગણી સાથે ધરણા કરતા યુનિ.નાં કર્મચારીઓની મુલાકાતે કોંગી આગેવાનો

1361

ભાવનગર યુનિવર્સીટીમા ૩૪ કર્મચારીઓ છેલ્લા  ૧૫ થી ૨૨ વર્ષો થી અલગ અલગ કેડર માં ફરજ બજાવે છે યુનિવર્સીટીમાં ખાલી પડેલ ૧૦૭ જગ્યામા કાયમી કરવા માટે તેઓની માગણી છે ૧૧.૬.૧૮ ના રોજના પત્રના અનુસંધાને તેઓને કાયમી કરવા જોઈએ પરંતુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર દ્વારા કર્મચારીઓની માંગણી નહિ સંતોષાતા કર્મચારીઓ દ્વારા તા ૧૮.૬.૧૮ થી કાળી પટી બાંધી ધારણા અને તા ૨૫.૬.૧૮ થી પ્રતીક ઉપવાસ કરી રહયા છે આજે  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ  સંજયસિંહ ગોહિલ  ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રિ જીતેન્દ્રભાઈ બાલધિયા,ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ,યુવા કૉંગ્રેસ અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મંત્રી કેતનસિંહ ગોહિલ,પશ્ચિમ યુવા કૉંગ્રેસ મહામંત્રિ ધર્મેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રિ યુવરાજસિંહ માલપર સહિત ના  યુવા કૉંગ્રેસ અગ્રણીઓ એ આંદોલન કારીઓની મુલાકાત લીધી અને આંદોલન કારીઓને સમર્થન આપ્યું.

Previous articleઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી
Next articleદેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન મહત્વનું રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા