પોલીસ ચોપડે ફરાર શખ્સને આર આર સેલ ટીમે ઝડપ્યો

1363

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ મથકમાં ૪ ગંભીર ગુનાના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી ગારિયાધાર પોલીસને સોપ્યો છે.

ગારિયાધાર પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ ૪૫૪, ૪૫૧, ૩૮૦ સહિતની કલમ હેઠળ ગુન્હો આચરી નાસતો ફરતો કેશુ જુઠા, વાઘેલા, દે.પૂ. રે. મફતનગર ગારિયાધારવાળાને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી લઈ ગારિયાધાર પોલીસને સોંપી આગળ તપાસ હાથ ધરી છે.

Previous articleબોટાદમાં મારા-મારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next articleચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો