ગાંધીનગરથી નકલી પીએસઆઈ ઝડપાયો પોલીસ બનવાની ઈચ્છા પુરી કરવા ડ્રેસ પહેર્યો

0
1622

ગાંધીનગરમાંથી નકલી પીએસઆઈ ઝડપાયો છે. ઁપીએસઆઈના સ્વાંગમાં નાગરિકો પર રોફ જમાવતો હતો. સરગાસણ અડાલજ નજીકથી ન્ઝ્રમ્ એ આ નકલી પીએસઆઈને ઝડપી પાડ્‌યો છે.નકલી પોલીસના બેજ પણ કબ્જે કરાયા છે. નકલી પીએસઆઈ નો સ્વાંગ રચી રોફ જમાવતા ઇસમને ગાંધીનગર ન્ઝ્રમ્એ ઝડપી પાડ્‌યો છે.

ગાંધીનગરના સરગાશણ અડાલજ રોડ પર ઇન્ડિકા ગાડીમાં નકલી પીએસઆઈનો ડ્રેસ પહેરી રોફ જમાવતા ઇસમની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીનગર નિવાસી અને મૂળ ઇન્દ્રોડા ગામના દેવેન્દ્ર વિષ્ણુભાઈ પ્રજાપતિ નામના આ નકલી પીએસઆઈને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.તેની પાસેથી નકલી પોલીસના બેજ પણ પોલીસે કબ્જે કર્યા છે.

નકલી પોલીસની ધરપકડ કરતા તેણે જણાવ્યું કે તેને એક અકસ્માતમાં હાથ અને પગમાં ઈજાઓ થતા પોલીસ ભરતીમાં શારિરીક પરીક્ષામાં નાપાસ થતા તેની પોલીસ બનાવાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા આ રીતે નકલી પોલીસ બની રોફ જમાવતો હતો. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here