દેશી દારૂના ગુન્હામાં વોન્ટેડ અધેવાડાનો શખ્સ ઝડપાયો

0
864

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ દેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી ટીમે એસટી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો.

એસઓજીના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુભાઈ ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન પ્રોહી. કલમ ૬પ ઈ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી કનુભાઈ ધારશીભાઈ પરમાર ઉ.વ.ર૬ રહેવાસી અધેવાડા તા.જી. ભાવનગરવાળાને એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ અને વડોદરા શહેર પોલીસને સોંપવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં એસઓજી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શરદભાઈ ભટ્ટ તથા યોગીનભાઈ ધાંધલ્યા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here