સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ સાથે નાટક અને ફિલ્મના કલાકારોની ગોષ્ઠી

0
1030

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી (દિલ્હી) અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે શિશુવિહાર સંસ્થામાં ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ નવલકથાકાર ધ્રુવ ભટ્ટ સાથેની ગોષ્ઠીનો કાર્યક્રમ સાહિત્ય મંચ યોજાયો.

ધ્રુવ ભટ્ટની જાણીતી નવલકથા અકુપારને નાટ્યદેહ આપનાર દિગ્દર્શિકા અદિતિ દેસાઈ, અનેક પ્રયોગશીલ નાટકોમાં અભિનય કરનાર દેવકી દવે (આર.જે.) અને ધ્રુવ ભટ્ટની સાહિત્ય અકાદમી એવોર્ડ પુરસ્કૃત નવલકથા તત્વમસી પરથી બનેલ ફિલ્મ રેવામાં નાયકની ભૂમિકા કરનાર અભિનેતા ચેતન ધાનાણી તેમજ જાણીતા કવિ તુષાર શુક્લ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધ્રુવ ભટ્ટ સાથે ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે શિશુવિહારમાં બુધસભા સાથે સંકફ્રાયેલ કવિ-કવયિત્રીઓની ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here