ખેડુતોની ઉપવાસી છાવણીની મુલાકાતે કોંગ્રેસનાં આગેવાનો

1505

ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના ૧૨ ગામના ખેડૂતો છેલ્લા ૮ મહિના ને ૧૭ દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા ૩૫ દિવસથી પ્રતીક ધરણા કરી રહયા છે છતાં સરકાર કે અધિકારીઓ દ્વારા કોઈજ પ્રતિભાવ  ના આપતા આજથી  અનશન ચાલુ કર્યા છે,ખેડૂત વિરોધી સરકારી નીતિ સામે ખેડૂતોની વ્યાજબી માંગણી હોવા છતાં ખેડુતની વાત સાંભળવા કોઈ તયાર નથી ત્યારે આજે અનશન છાવણી ની મુલાકાતે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત વિનુભાઈ ગોહિલ સદસ્ય વનરાજસિંહ ગોહિલ,મુકેશભાઈ ગોહિલ,ચંદુભા ગોહિલ,પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ કંટારીયા અને હરેશભાઇ ગાંધી સહિતના આગેવાનોએ મુલાકાત કરી ખેડૂતોની સાથે ઉભા રહેવાની ખાતરી આપી આવનારા દિવસોમાં સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલન ઉગ્ર બનશે જમીન અધિગ્રહણ ૨૦૧૩ ની કલમ ૨૪(૨) મુજબ ખેડૂતો પોતાની માગણી કરી રહયા છે.

Previous articleનંદકુંવરબા કોલેજ બીસીએની નવી વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી
Next articleભંડારિયા નાળા પરથી કેમીકલ ભરેલુ ટેન્કર ખાબક્યું