બહુચરાજીથી શંખલપુર જતી પાલખીની પરંપરા તોડવાની હિલચાલ સામે આક્રોશ

0
1145

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દર ચૈત્રી અને આસો પૂનમે બહુચરાજીથી શંખલપુર લઇ જવાતી બહુચર માતાજીની પાલખીની સદી જૂની પરંપરા તોડી બંધ કરવાની હિલચાલ સામે શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂકી ઊઠ્‌યો છે. ૩જીને મંગળવારે મળવનારી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચા માટે એજન્ડામાં લેવાયો છે. બહુચરાજી ટ્રસ્ટ આ પરંપરાને તોડવાની કોશિશ સામે હલ્લાબોલ કરવાની ચીમકી શંખલપુર મંદિર ટ્રસ્ટે ઉચ્ચારી છે.

ઋષિ-મુનિઓને અસૂરોના ત્રાસથી મુક્તિ માટે દંઢાસૂર રાક્ષસનું હનન કરવા ધરેલું વિકરાળ રૂપ બહુચર માતાજીએ શંખલપુરના પાદરમાં વરખડીના ઝાડ નીચે સમાવી બાળારૂપ ધારણ કર્યું હતું. ૫૨૦૦ વર્ષ પ્રાચીન માતાજીના આ મૂળ સ્થાનકે દર ચૈત્રી અને આસો પૂનમે રાત્રે બહુચરાજી મંદિરથી માતાજીની પાલખી શંખલપુર ગામે આવે છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના સમયથી શરૂ થયેલી આ પરંપરા આજ દિન સુધી ચાલી રહી છે. આ પાલખીમાં ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ અચાનક પાલખીને લઇ વિવાદ ઊભો કરાતાં શ્રદ્ધાળુઓ આંચકો ખાઇ ગયા છે.

પાલખી બહુચરાજીથી શંખલપુર નહીં લઇ જવાની હિલચાલ પાછળ બે ટ્રસ્ટીઓનો અંગત સ્વાર્થ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. શંખલપુર ટ્રસ્ટના ટ્રસ્ટી અમૃતભાઇ પટેલે જણાવ્યું કે, પાલખી સમયે આ ટ્રસ્ટીઓનો પોતાની સાથે આવેલા લોકોને ગર્ભગૃહમાં લઇ જઇને પૂજા કરવાનો મનસુબો પૂરો નહીં થતાં કામ વિનાનો આ વિવાદ ઊભો કરી શાંત જળમાં પથ્થર નાખવાનું કામ કર્યું છે. બીજીબાજુ, શંખલપુર મંદિરનો વધી રહેલો મહિમા જોઇ નહીં શકતાં આ પગલું લેવાયું લાગે છે. અમદાવાદ અને પાટણમાંથી ગેરકાયદે સેફ કોડ કોડેન ફોસ્ફેટ કફ સીરપના જથ્થા સાથે ૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબી અને ફૂડ એન્ડ ડ્રગ ગુજરાતના જોઇન્ટ ઓપરેશનમાં ગુજરાત બહારથી લવાતી લાયસન્સ વગરની સેફ કોડ કોડેન ફોસ્ફેટ કફ સીરપનો જથ્થો પાટણના રાજપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ગોડાઉનમાંથી ૪૨,૩૫૮ કફ સીરપની બોટલોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદના બહેરામપુરામાંથી ૫૧૬૦ બોટલો જપ્ત કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા બે દીવસમાં જપ્ત કરાયેલી કફ સીરપનો કુલ મુદ્દામાલ ૫૦ હજાર બાટલો સાથે પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here