ગઢડા સરસ્વતી માધ્ય. શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

976

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં જિલ્લા તમાકુ નિયંત્રણ વિભાગ કાર્યરત છે.

જેમાં તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય અને શાળા તમાકુ મુક્ત બને તે હેતુથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ. માઢકના માર્ગદર્શનથી આજરોજ ગઢડા મુકામે સરસ્વતી વિનય મંદિર શાળામાં માધ્યમિક વિભાગમાં તમાકુ મુક્ત શાળા બને તે માટેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

જેમાં બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સ્લો-સાઈકલીન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleદાઠા પો.સ્ટે.ના અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો
Next articleપાલિતાણા મામલતદાર કચેરીમાં શોકસર્કીટથી પાવર સપ્લાય બંધ