જગન્નાથજીની રથયાત્રા સમયસર નિર્વિઘ્ને સંપન્ન થાય તેનું સૌએ ધ્યાન રાખવું : કલેક્ટર

2079

04દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવપુર્ણ માહોલમાં સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિરે થી અષાઢી બીજ ના રોજ સવારે ૦૮/૦૦ કલાકે પ્રસ્થાન કરશે.

ચાલુ વર્ષે તા. ૧૪ જુલાઈ ના રોજ ભાવનગર શહેરમાં યોજાનારી ૩૩ મી જગન્નાથજી રથયાત્રા સંદર્ભે કાયદો વ્યવસ્થાની જાળવણી બાબતે જિલ્લા કલેકટર હર્ષદ પટેલે એક બેઠક તા. ૦૨ જુલાઈના રોજ સાંજે ૧૭/૦૦ કલાકે થી ૧૭/૫૫ કલાક સુધી ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગરના પ્રમુખ હરૂભાઈ ગોંડલિયા અને તેમની ટીમ તથા વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથે યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલે વિવિધ કચેરીઓના અધિકારીઓને જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે ચોકસાઈ રાખવી, રોડ, રસ્તા રીપેર કરવા, ટેલીફોન સેવા અવિરતપણે ચાલુ રાખવી, રોડ પરના દબાણો દુર કરવા,ફાયર બ્રીગેડની ટીમ તૈયાર રાખવી, મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સની, ક્રેઈનની વ્યવસ્થા કરવી, વરસાદી પાણી ભરાય તો તેનો સત્વરે નિકાલ કરવો, તમામ કચેરીના અધિકારીઓએ સંકલનથી કામ કરવુ, સોશ્યલ મીડિયામાં કોઈ વાંધાજનક બાબત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી, યાત્રા સમયસર પસાર થાય, સ્વચ્છતા જળવાય તેનું સૌએ સાથે મળી અને પાલન કરવુ, રથયાત્રામાં ગયા વર્ષે જે મુશ્કેલી પડી હોય તેનું પુનરાવર્તન ન થાય તે ખાસ જોવુ.

ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગરના પ્રમુખ હરૂભાઈ ગોંડલિયાએ મ્યુ. કમિશ્નરને ફરિયાદ કરી  જણાવ્યુ હતું કે ગત વર્ષે કોર્પોરેશનના કન્ટ્રોલ રૂમનો તેમણે પોતે ટેલિફોનિક સંપર્ક કરતા ફરજ પરના કર્મચારીએ ફોન રીસીવ નહિ કરતાં તેઓ જાતે કોર્પોરેશન ગયા હતા ત્યારે તે કર્મચારીએ તેમની સાથે સંઘર્ષ થાય તેવુ વર્તન કર્યુ હતુ માટે આ પ્રકારની નકારાત્મક માનસિકતા ધરાવતા કર્મચારીને રથયાત્રાના આગલા દિવસે તેમજ રથયાત્રાના દિવસે કન્ટ્રોલરૂમ માં ફરજ સોંપવી નહિ.

આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ આયોગના ડીરેકટર પ્રભાબેન પટેલ, પુર્વ મેયર પારૂલ ત્રિવેદી, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, મ્યુ. કમિશ્નર એમ. એ. ગાંધી, પોલીસ અધિક્ષક પ્રવિણ માલ,નાયબ જિલ્લા પોલીસ વડા ઠાકર, ચૌધરી, કાર્યપાલક ઈજનેર દોશી, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા.

Previous articleબાબરીયાવાડમાં મેઘરાજાની માધકેદાર એન્ટ્રી
Next articleગેરકાયદે દબાણ દુર કરતું મહાપાલિકા