અમૃતસર યાત્રાએ ગયેલા યુવાનને ઈલેકટ્રીક શોક લાગતા મોત નીપજ્યુ

0
804

ભાવનગરથી અમૃતસર યાત્રો ગયેલાં નવા ગુરૂદ્વારા પાસે રહેતાં સીધી યુવાનને ઈલેકટ્રીક શોક લાગતા મોત નીપજ્યુ હતું. બનાવ બનતાં સીધી સમાજમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો. આજરોજ મૃતદેહ ભાવનગર લાવી અંતિમવિધી કરાશે. તેમ જાણવા મળ્યું હતું.

બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરનાં નવા ગુરૂદ્વારાથી ૬૦ વધુ સીધી સમાજના લોકો અમૃતસર સહિતનાં સ્થળોએ યાત્રાએ જવા નીકળ્યા હતા તે દરમિયાન ભટીડા પાસે યાત્રા ધામે બસે સ્ટોપ કર્યો હતો તે વખતે યાત્રામાં સાથે ગયેલાં સીંધી યુવાન અનીલકુમાર દુબે બસની ઉપર મુકેલા સામાન ઉતારવા જતાં ઉપરથી પસાર થતાં વિજવાયરને અડી જતાં ઈલેકટ્રીક શોક લાગતાં સ્થળ પર જ યુવાનનું મોત નીપજ્યુ હતું. બનાવ વખતે તેમની પત્ની, બહેન, સસરા સહિતના પરીવારજનો સાથે હતાં અને તેઓ આ ઘટનાને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા. યુવાનનાં મૃતદેહ આજરોજ વાયા દિલ્હી થઈ ભાવનગર લવાશે અને તેની અતીમવીધી કરાશે આ બનાવ બનતાં પાંચ વર્ષની પુત્રીએ પોતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ સીંધી સમાજમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here