પાલીતાણાના મોખડકા પાસેના પુલ પરથી ઈકો ગાડી નીચે પટકાઈ

2685

પાલીતાણા ભાવનગર હાઈવે પર આવેલ મોખડકા ગામ નજીક બ્રીજ ઘણા સમયથી જર્જરીત હોય અનેકવખત ગ્રામ્યજનો સહિત રીપેરીંગ અથવા નવો બનાવવા માંગણી કરાઈ હોવા છતાં સરકારી તંત્ર ધ્યાન દેતું ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. આજે સવારે પાલીતાણાથી ઉપડેલ ઈકો કાર અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે એકાએક ઈકો ગાડી પુલનીચે ઉતરી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ ન હતી. ડ્રાઈવર સહિત ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો મોખડકા પુલ સહિત આગળ પાછળના ભાગે રસ્તા પર મસમોટા ગાબડા પડી જવા પામેલ છે આ જો રીપેરીંગ કરવામાં નહી આવેતો મોટી દુર્ઘટના સરજાતા વાર લાગશે નહી.

Previous articleરાજુલાનાં ડો. હિતેષ હડીયાનું બોટાદ ખાતે સન્માન કરાયું
Next articleમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણા’ યોજના લોન્ચીગ કરી