દહીથરા પાંજરાપોળમાં વિવિધ ભવનોનું કરાયેલું લોકાપર્ણ

1080

દામનગરના દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દ્વારા આયોજિત લોકાર્પણ એવમ સત્કાર સમારોહમાં સંતો અને દાતાઓનું એક હજાર કરતા વધુ સમાન યુનિફોર્મ ધારી સ્વંયમ સેવકો દ્વારા બંને સાઈડ લાઇન બદ્ધ સ્વાગત પ્રવેશ કરાયો  પૂજ્ય ભારતીબાપુ વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે દલપતગિરી ભવનાથ આશ્રમ સેવાદાસબાપુ સહિતના સંતો અને વિવિધ સંકુલોના દાતાઓ ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સના જેન વણિક પ્રકાશભાઈ ગાંધી પરિવાર પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ ઇન્ડિયા નેશનલ હાઇવે અને બિલ્ડર્સ એશોના અરવિંદભાઈ વાવીયા શિવધારા ગ્રુપના સોમજીભાઈ ઢોલરીયા સહિત દાતા સંસ્થાઓ સનાતન ધૂન મંડળ ઢસા સુરત સરદાર ગૌ સેવા સુરત દામનગર અલખઘણી ધૂન મંડળ સુરત દામનગર સહિત ની ઓ દ્વારા ગૌશાળા સંકુલો માં વિવિધ નવનિર્મિત ભવનો ગોડાઉન અવેડા ચબુતરા શેડ મીટીંગ હોલ ૧૨ વિધા જમીન ઓવર હેડ પશુ હોસ્પિટલ ઓપરેશન રૂમ પશુ એમ્બ્યુલન્સ સહિતનું લોકાર્પણ કરાયું રાજસ્વી ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા ગોપાલભાઈ ચમારડી હરજીભાઈ નારોલા બી એલ રાજપરા, પ્રકાશભાઈ જાદવાણી ધીરુભાઈ નારોલા, જગદીશભાઈ સુતરીયા, શલેશભાઈ સોની, શ્રેણિકભાઈ ડગલી, સુરેશભાઈ અજમેરા, વીરેન્દ્ર પારેખ,  દિલીપભાઈ અજમેરા, કાંતિભાઈ પારેખ, અમરશીભાઈ નારોલા સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો  સંતો અને મહાનુભવાના હસ્તે દીપ પ્રાગટય કરી સમારોહ ખુલ્લો મુકાયો વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે દ્વારા ગૌ સંસ્કૃતિ ની મહત્તા દર્શાવી.

Previous articleબોટાદ જિલ્લા યુવક કોગ્રેસ દ્રારા શિક્ષણાધિકારી કચેરીમાં હલ્લાબોલ
Next articleઉચાપતના ગુનામાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાણપુર પોલીસે ઝડપી પાડ્યો