એક શિક્ષક માટે બે શાળાના વિદ્યાર્થીઓ જંગે ચડ્યા

1919

બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના ખસ ગામે વનરાજસિંહ ચાવડા ને પોતાના વતન ખસ ગામે લાવવા માટે સ્કુલ ના વિદ્યાર્થીઓ અને ગામના લોકો દ્રારા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે

હાલમાં માધ્યમિક શાળાના આચાર્યની ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા ચાલી રહી છે જેમા ખસ ગામના વતની અને હાલ રાણપુર ગામની ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડાનો મેરીટ ક્રમ સારો હોવાથી તેઓના માદરે વતન ખસ ગામમાં લોકોની માંગણી છે કે વનરાજસિંહ ચાવડા પોતાના વતન ખસ ગામની સ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે  વનરાજસિંહ ચાવડા છેલ્લા ૧૭ વર્ષથી રાણપુરની ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં ફરજ બજાવી રહ્યા છે તેઓ બદલી કરાવી રહ્યા છે ના સમાચાર વિદ્યાર્થીઓને મળતા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા અને સ્કુલના વિદ્યાર્થીઓ ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા.પરંતુ રાણપુરની ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ તેઓને સ્કુલમાથી જતા અટકાવી રહ્યા છે રાણપુરની ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ તો સોમવારે ઉપવાસ આંદોલન કર્યુ હતુ અને સ્કુલના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય દ્વારા સમજાવવા છતા માન્યા ન હતા અંતે શિક્ષક વનરાજસિંહ ચાવડાએ સમજાવ્યા હતા અને તેમને ગુરૂવાર સુધીની મુદ્‌ત માંગી હતી. જ્યારે બીજી બાજુ પણ ખસ ગામના વિદ્યાર્થીઓ જંગે ચડ્યા છે અને તેઓ પણ તેના ગામના શિક્ષક એવા વનરાજસિંહ ચાવડાની માંગ કરી રહ્યા છે ખસ ગામના વિદ્યાર્થીઓની માંગ છે કે ૧૭ વર્ષ કર્મભુમિ માટે આપ્યા તો હવે બાકીના વર્ષો જન્મભુમિ માટે આપો ખસ ગામની વીર શહીદ સહદેવસિંહ મોરી કુમાર પ્રાથમિક શાળામાં ખસ ગામના વિદ્યાર્થીઓ ,બાળકો,યુવાનો,યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામા એકઠા થઈ વનરાજસિંહના પરિવારજનોને અને વનરાજસિંહને વિનંતી કરી હતી. તેમને ખસ ગામને ખુબજ જરૂરી હોય ખસ ગામના લોકો પણ ધરણા કરવા તૈયાર છે અને ગાંધી ચિંધ્યા માર્ગે વનરાજસિંહને ખસમાં લાવવા ગામ આખુ એક થઈ તૈયાર થયુ છે

Previous articleઉચાપતના ગુનામાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાણપુર પોલીસે ઝડપી પાડ્યો
Next articleભરચોમાસે ભરપુર વિકાસ..!