યામી ગૌતમ રિતિક રોશન સાથે ફરી કામ કરવા તૈયાર

0
1035

રિતિક રોશન અભિનિતિ ફિલ્મ કાબિલમાં અંધ યુવતિની શાનદાર ભૂમિકા અદા કરીને ચારેય બાજુ ભારે પ્રશંસા મેળવનાર યામી ગૌતમ હવે શાહિદ કપુરની સાથે બત્તી ગુલ મીટર ચાલુ નામની  ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટો પણ રહેલા છે. તે બોલિવુડની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. યામી ગૌતમે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત વિકી ડોનર ફિલ્મ મારફતે કરી હતી.પરંતુ ત્યારબાદ તેને અપેક્ષિત સફળતા મળી ન હતી. તેની કાબિલ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે નજરે પડી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. યામી ગૌતમ પોતાની મોટા ભાગની ફિલ્મોમાં ખુબસુરત સ્વીટ ગર્લ તરીકે રજૂ થઇ છે. યામી કહે છે કે તે કોઇ બાંધછોડ કરીને રોલ કરવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે સરકાર-૩ ફિલ્મમાં ગ્રે રોલમાં કામ કરી ચુકી છે.  તેનુ કહેવુ છે કે તે એવા રોલ કરવા માટે ઇચ્છુક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here