રણબીર કપૂરની ફિલ્મ ’શમશેરા’માં સંજય દત્તની એન્ટ્રી, ૩૧ જુલાઈ ૨૦૨૦માં થશે રિલીઝ

0
382

 

(જી.એન.એસ)મુંબઈ,તા.૪

રણબીર કપૂર અને સંજય દત્તનું ફિલ્મી કનેક્શન પહેલાથી બોલિવુડમાં ધમાલ મચાવી રહ્યું છે અને હવે આ જોડી એકવાર ફરીથી મોટી ફિલ્મમાં નજર આવવા માટે તૈયાર છે. સંજૂ ફિલ્મ બાદ રણબીરની આગામી ફિલ્મ ’શમશેરા’માં સંજય દત્ત મહત્વના રોલ માટે સાઈન કરવામાં આવ્યા છે. ફિલ્મ ’શમશેરા’ ૩૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ રિલીઝ થશે. યશરાજ બેનરે તેમની આ અપકમિંગ ફિલ્મનું શૂટિંગ અને રિલીઝ ડેટની માહિતી ટ્‌વીટર પર શેયર કરી છે. ટ્‌વીટમાં આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય એક મોટા એક્ટરના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સ્ટાર કોઈ અન્ય નહિ સંજય દત્ત છે. સંજૂ ફિલ્મની રિલીઝના કારણે રણબીર અને સંજય દત્ત પહેલાથી મીડિયામાં છવાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here