સિદ્ધાર્થ મલ્હોત્રા-પરિણિતીની ’શોટગન શાદી’ આવતા વરસે ફ્લોર પર જશે

0
756

ગોલમાલ અગેન ફિલ્મ પછી ટોચની અભિનેત્રી ગણાતી થયેલી પરિણિતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ શોટગન શાદી હવે આવતા વરસે ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી. પરિણિતી હાલ સંદીપ ઔર પિન્કી ફરાર ઉપરાંત વિપુલ શાહની જ નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મ કરી રહી છે. સાથોસાથ એ કરણ જોહરની કેસરી ફિલ્મ કરી રહી છે જેમાં એ ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ચમકી રહી છે.

ઉપરાંત એને બીજી બે ફિલ્મોની ઑફર મળી છે એટલે શોટગન શાદી નજીકના ભવિષ્યમાં ફ્લોર પર જવાની શક્યતા ઘટી ગઇ હતી. શોટગન શાદી ટોચની ફિલ્મ સર્જક એકતા કપૂર બનાવી રહી છે અને આ ફિલ્મથી પરિણિતી તથા સિદ્ધાર્થ ફરી એકવાર એકતાની સાથે કામ કરવાનાં છે. જો કે અત્યારે પરિણિતી બીઝી છે અને સિદ્ધાર્થ પાસે હાલ કોઇ મોટી ફિલ્મ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here