જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર ગુજરાતમાં કાર્યરત

1345

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ. ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટની સફળતામાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહેલા જાપાનના વધુ ને વધુ ઊદ્યોગકારો-કંપનીઓ ગુજરાતમાં સરળતાએ રોકાણ કરી શકે તે હેતુસર આ ફૂલ ફલેઝડ બિઝનેસ સપોર્ટ સેન્ટર રાઇટ ટાઇમ ફોર રાઇટ ચોઇસ છે.

મુખ્યમંત્રીએ ‘જેટ્રો’ના ચેરમેન હીરોયુકી ઇશીગે અને જાપાનના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત રયોજી નોડા તેમજ ઊદ્યોગ અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને જાપાનીઝ ઊદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં ભારતના સૌથી મોટા આ ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરને ખૂલ્લુ મૂકયુ હતું.

આ પ્રસંગે જાપાનની ૧પ જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ‘ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ના ર્સ્ેં કર્યા હતા. અમદાવાદમાં આ બિઝનેસ સપોર્ટ સેન્ટરના પ્રારંભથી જાપાન-ગુજરાતના વ્યવસાયિક સંબંધોને નવો વળાંક મળ્યો છે અને વધુ સુદ્રઢ થયા છે. આ સફળતા જાપાન-ગુજરાત બેય માટે વિન-વિન સ્થિતી સર્જશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડેલ બન્યુ છે તેની ભૂમિકા જાપાનીઝ ઊદ્યોગકારો સમક્ષ આપતાં જણાવ્યું કે, ભારતના ય્ડ્ઢઁમાં ગુજરાત ૮ ટકા યોગદાન આપે છે અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા તેમજ એકસપોર્ટમાં ર૦ ટકા ફાળો ગુજરાતનો રહેલો છે. વિદેશી મૂડીરોકાણો મેળવવામાં ભારતના ટોપ-૩ રાજ્યોમાં ગુજરાત એક છે.

મુખ્યમંત્રીએ જાપાનના ઊદ્યોગકારો માટે ગુજરાતમાં જે વિવિધ સહુલિયત તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપાય છે તેની વિશદ છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનીઝ ઇકોનોમીક કોરીડોરને ગુજરાતે ફોકસ સેકટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરીકે સ્વીકાર્યો છે. આ કોરીડોરની અપ અને ડાઉન બેય તરફની સ્ટ્રીમ મૂડીરોકાણ અને રોજગાર સર્જનની વિપૂલ સંભાવનાઓ સાથે જાપાનીઝ કંપનીઓને ઇન્ડયુસીવ એન્વાયરમેન્ટ અને ગુજરાતના નાગરિક જીવનમાં સુખાકારી વૃધ્ધિ કરશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટનો અધિકાંશ હિસ્સો ગુજરાતમાં છે તે તેમજ ૧૬૦૦ કિલોમીટરના સમૂદ્રતટથી જાપાની કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદિત પોતાની પ્રોડકટ વિશ્વના કોઇ પણ ભાગમાં સરળતાએ મોકલવાની સુવિધા મળશે તેમ પણ ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાત-જાપાન વચ્ચેના આ સહયોગને પ્રોત્સાહન આપવા બેય વચ્ચેના પોલિસી ડાયલોગ  ફ્રેમ વર્કને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે ગુજરાતે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જાપાન-ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ફોર મેન્યૂફેકચરીંગની સ્થાપના તેમજ ખોરજ પાસે ૧૭પ૦ એકરમાં ઇન્ડો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તથા ઓટો વેલ્યુ ચેઇનના રાજ્યમાં સર્જન માટે અમદાવાદના ભગાપૂરામાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને જમીન પણ ફાળવી છે.

Previous articleરાજભવન ખાતે આદિજાતિ વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ
Next articleરાણપુર પોલીસે ભંગાર વાહનોની હરરાજી કરી