દીવમાં છાકટા બનેલા રાજુલાના બે પોલીસ કર્મી.ને સસ્પેન્ડ કરાયા

1921

રાજુલાના બે પોલીસ કર્મીને દીવની સફર ભારે પડી, દીવ પોલીસ સાથે બબાલ થતા દીવ પોલીસે કાયદા બાબતે ચુસ્ત અને કડક ડીએસપી અમરેલીને જાણ કરતા ડીએસપી નિર્લિપ્ત રાયે તુરત જ બન્ને પોલીસ કર્મીને સસ્પેન્સ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે.

રાજુલાના બે પોલીસ કર્મી પરેશ બારૈયા અને મેહુલ પંડ્યાને દીવની સફર ભારે પડી. દીવ પોલીસ સાથે માથાકુટ થતા દીવ પોલીસે કાયદા બાબતે કોઈપણની શેહશરમ રાખ્યા વિના ડીએસપી નિર્લિપ્ત રાયને જાણ થતા તુરંત જ રાજુલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એલઆરડીના બન્ને પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતા જિલ્લાભરના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગત પ્રમાણે ડીએસપી નિર્લિપ્ત રાય કોઈપણ મોટા ચમરબંધીને પણ છોડતા નથી અરે તેની ભલામણ કરતાઓને પણ ફરજમાં રૂકાવટનો કેસ ઠોકી અંદર કરી દયે છે તેવા સમયે રાજુલાના આ બે પોલીસ કર્મી ડીએસપીના હડફેટે ચડી ગયા કારણ અરબી સમુદ્રમાં ન્હાવા જવા દેવાની સખત મનાઈ છે અને આ બન્ને પોલીસ જવાનો દીવ પોલીસની ના છતા અમો પણ પોલીસ છીએ પણ કાયદાના ચુસ્ત પાલન કરતી દીવ પોલીસ દરિયા કાંઠે કોઈપણને ન્હાવા જવા દેતી નથી. પોલીસની મોટરસાયકલમાં પણ દીવ પોલીસ ચોકી લખેલથી સતત પહેરો ભરે છે. જેનું કારણ દરિયો ગાંડોતુર બની ૧પ-૧પ ફુટના મોજા ઉછળતો હોય તે પોલીસ કર્મીને સમજાવ્યું કે તમો પોલીસ જ કાયદાનો ભંગ કરે તો તમામ અવ્યવસ્થા ઉભી થાય અને અહીંયા તમામ પીધેલાઓને કેમ સાચવવા આવી રજૂઆત દીવ પોલીસે કરેલ પણ ન માનેલ પોલીસ કર્મીઓને દીવની સફર ભારે પડી.

Previous articleજાફરાબાદ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટની ફાઈનલ યોજાઈ
Next articleહીરાભાઈ દ્વારા ચારધામ યાત્રા કરાવાઈ