શહેરના ગુડા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતા રોગચાળાનો ભય

980

શહેર પાસે આવેલાં રાયસણમાં અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં પડેલાં વરસાદના પગલે પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં ભરાવો થઇ ગયો છે. જેના પગલે વસાહતી વિસ્તારમાં વરસાદી પાણીનું તળાવ સર્જાતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. આમ આસપાસની સોસાયટીના રહિશોને મચ્છર જન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગાંધીનગર – અમદાવાદ હાઇવે ઉપર આવેલાં રાયસણ ગામમાં અસંખ્ય સોસાયટીઓ અને ફલેટોની સ્કીમો આવેલી છે. જ્યાં આગળ ઘણા પરિવારો વસવાટ કરી રહ્યાં છે.

રાસયણ હાઇવે ઉપર આવેલા પેટ્રોલપંપની પાછળના આવેલાં વસાહતી વિસ્તાર નજીક તાજેતરમાં થયેલાં વરસાદના પગલે પાણી ભરાઇ ગયાં છે. તો બીજી તરફ ગટરના ગંદા પાણી પણ વરસાદી પાણીમાં ભળી જતાં તળાવનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે. તો આ પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે.

જેના પગલે સ્થાનિક રહિશોને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આમ ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા ગોઠવવામાં નહીં આવતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. જેથી સત્વરે આ પાણીનો નિકાલ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleશેઢી નદીની નહેરમાં ગાબડું શાકભાજીના પાકને મોટું નુકશાન
Next articleેગાંધીનગર જિલ્લાના ૩૦૯૨ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ