શ્રેષ્ઠ ફંડ એકઠુ કરનાર રપ સંસ્થાનું સન્માન

994

રાષ્ટ્રીય અંધજન મંડળ- ભાવનગર જિલ્લા શાખા દ્વારા પ્રતિવર્ષ અખિલ હિન્દ અંધજન ધ્વજદિન એટલે કે નેશનલ ફલેગ-ડે ફોર ધ બ્લાઈંડની અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગતવર્ષ આ દિવસની ઉજવણી પાક્ષિક મહોત્સવ તરીકે કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓના સર્વાંગી વિકાસ માટે ફંડ એકત્રિકરણ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત વર્ષે જીલ્લાભરની સંસ્થાઓએ પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે માતબર ફંડ એકત્રિ કરી સહયોગ પુરો પાડ્યો હતો. આ માટે જિલ્લાભરમાંથી શ્રેષ્ઠ ફંડ એકત્રિ કરનાર રપ સંસ્થાઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. તા. ૬-૭-ર૦૧૮ને શુક્રવારના રોજ અંધશાળા ખાતે યોજાયેલ સન્કાર સમારંભમાં જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકેનું સન્માન માત્ર એક જ દિવસમાં રૂા. ૩પ,૦૦૦/- થી વધુ ફંડ એકત્રિ કરનાર ગ્રામ દક્ષિણામુર્તિ – મણારને આપવામાં આવ્યું હતું. જયારે જિલ્લાની સર્વશ્રેઠ કોલેજ તરીકે લાઠીદડની ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને તથા જિલ્લા શ્રેષ્ઠ માધ્યમિક  શાળા તરીકે સત્યનારાયણ વિદ્યાલય- સથરાને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. ગત વર્ષે યોજાયેલ પાક્ષિક મહોત્સવમાં જિલ્લાની શાળા-કોલેજ, સંસ્થાના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ મળીને કુલ ૮ લાખથી વધુ ફંડ એકત્રિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોક ગાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના માનદ્‌મંત્રી લાભુભાઈ સોનાણીએ ફલેગ-ડે દરમિયાન સન્માનિતોના કાર્યને બિરદાવી જિલ્લાભરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી. તેઓ પ્રજ્ઞાચક્ષુના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા ભવિષ્યમાં કરવાના કાર્યો અને આયોજનોની માહિતી આપી હતી. તેમજ આગામી દિવસોમાં પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ પગભર બની શકે તે માટે જિલ્લાભરમાં વધુને વધુ રોજગારી બુથોની સ્થાપના કરી પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓને રોજગારી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે સન્માનિત સંસ્થાઓ વતી સર્વશ્રેષ્ઠ શાળાના કંચનબેન થડોદા અને સત્યનારાયણ વિદ્યાલય સથરાના મલભાઈ જાનીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી આ કાર્યમાં જોડાઈ શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંતોષ વ્યકત કરી સંસ્થાને વધુને વધુ સહયોગ આપવા ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું. જયારે સ્વાગતવિધિ હસમુખભાઈ ધોરડાએ અને આભારવિધિ કિશોરભાઈ પંડયાએ કરી હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ત્રિવેદી, નીલાબેન સોનાણી, પી.એમ. લાખાણી, ભાવેશભાઈ વાઘેા અને પુષ્પાબેન ભટ્ટ સહિત બહોળી સંખ્યામાં વિશિષ્ટ શિક્ષકો અને આમંત્રિતો હાજર રહ્યા હતાં.

Previous articleઉગામેડી પ્રા.શાળામાં તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો
Next articleધરાઈ ગામે શાળામાં પાણી ઘુસ્યા