સિહોર પંથકમાં એક ઈંચ વરસાદ

1373

ભાવનગર શહેર અને જિલ્લાનાં કેટલાક તાલુકામાં આજે હળવો ભારે વરસાદ પડ્યો હતો તો કેટલાક તાલુકાઓમાં માત્ર હળવા ઝાંપટા પડ્યા હતા.

ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન ગોરંભાયેલ વાદળો મન મુકીને વરસ્યા ન હતા અને સમયાંતરે દિવસભર હળવા ભારે ઝાંપટા પડ્યા હતા જો કે સાંજના સમયે શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા આ ઉપરાંત મોડી સાંજે સિહોર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ધોધમાર એક ઈંચ જેડટલો વરસાદ પડ્યો હતો જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ફરી વળ્યા હતા. ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તથા ઉમરાળા પંથકમાં જોરદાર ઝાપટા પડ્યા હતા જ્યારે અન્ય તાલુકા મથકોએ હળવા ઝાંપટા પડ્યાનાં અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ખેડુતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ઉપરવાસમાં સારો વરસાદ પડ્યાનાં પણ અહેવાલો મળી રહ્યા છે. આજે દિવસભર વરસાદી માહોલનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Previous articleતળાજા તાબેના પિથલપુર ગામે ખેતશ્રમિકો પર દિપડાનો હુમલો
Next articleસિહોરમાં શાંતિ સમિતિની મળેલી બેઠકમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક કપમાં ચા પીરસાઈ !