GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

1927

ઈતિહાસ
૭૧ મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે?
– ૧૧
૭૨ ઉપનિષદોમાં સૌથી વધુ મહત્વ કોણે આપવામાં આવ્યું છે?
– આત્માને
૭૩ ઉપનિષદનો ફારસી ભાષામાં અનુવાદ કોણે કરાવ્યો?
– દારા શિકોહે
૭૪ સહેલાઈથી કંઠસ્થ કરી શકાય એવા અર્થસભર વાક્યોને શું કહે છે?
– સૂત્રો
૭૫ વેદસંહિતાની પ્રત્યેક શાખાના શિક્ષણગ્રંથને કયા નામે ઓળખવામાં આવે છે?
– પ્રાતિશાખ્ય
૭૬ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ કોણે મળતો આવે છે?
– જૈન ધર્મના અનેકાંતવાદ
૭૭ જૈનધર્મનું પાયાનું સુત્ર કયું છે?
– અહિંસા પરમો ધર્મ
૭૮ ગૌતમ બુદ્ધે કયો ધર્મ ઉપદેશ્યો?
– અહિંસાપ્રધાન
૭૯ ભક્તિમાર્ગના મુખ્ય પંથો કયા હતા?
– બે – ભાગવત કે વૈષ્ણવ અને શૈવ
૮૦ ભારતીય તત્વજ્ઞાને કેટલા વેદોની ભેટ વિશ્વને આપી?
– ચાર
૮૧ ભારતીય તત્વજ્ઞાને જગત સમક્ષ કેટલા ધ્યેયો મુક્યા ?
– ચાર ( ધર્મ,અર્થ,કામ,મોક્ષ)
૮૨ ભારતીય તત્વજ્ઞાને વિશ્વને કયા બે મહાકાવ્યોની ભેટ આપી?
– રામાયણ અને મહાભારત
૮૩ મહાભારતનો સૌથી શ્રેષ્ઠ ભાગ કયો છે?
– ભગવદ ગીતા
૮૪ ભારતીય તત્વજ્ઞાનમાં કોનું અનોખું સ્થાન છે?
– અધ્યાત્મવાદ
૮૫ ભારતીય તત્વજ્ઞાને જગતને શાની ભેટ આપી છે?
– યોગદર્શન
૮૬ જૈનધર્મે આત્માને શેની સાથે સરખાવેલ છે?
– ભીના કાપડ સાથે
૮૭ બૌદ્ધ ધર્મે વિશ્વને આપેલ વારસો કયો છે?
– પાયાનું તત્વજ્ઞાન
૮૮ ધર્મ એટલે શું?
– સંસ્કૃતિનો પ્રાણ
૮૯ ભારતમાં ધાર્મિક કઈ બે પરંપરા મુખ્ય છે?
– બ્રાહ્મણ અને શ્રમણ
૯૦ મહાવીરનું મૂળ નામ શું હતું?
– વર્ધમાન
૯૧ મહાવીર સ્વામી સુખ-દુખના બંધનમાંથી મુક્ત થાય એટલે શું કહેવાય?
– નિર્ગ્રંથ
૯૨ ઈન્દ્રિયોને જીતનાર શું કહેવાય?
– જૈન
૯૩ મહાવીર કયા નિર્વાણ પામ્યા?
– પાવાપુરી
૯૪ મહાવીર સ્વામી પહેલા જૈનમાં કેટલા તીર્થંકર થઇ ગયા?
– ૨૩
૯૫ ત્રેવીસમાં તીર્થંકર પાશ્રર્વનાથે કેટલા મહાવ્રતો આપ્યા?
– ચાર
૯૬ મહાવીરે પાંચમાં વ્રત તરીકે કોની ઉમેરો કર્યો?
– બ્રહ્મચર્ય
૯૭ સમ્યક ચારિત્ર્યમાં કેટલા મહાવ્રતોનો સમાવેશ થતો હતો?
– પાંચ મહાવ્રતોનો
૯૮ મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
– અર્ધમાગધી
૯૯ જૈન ધર્મના કેટલા પંથ પડ્યા અને કયા કયા ?
– બે, દિગંબર અને શ્વેતાંબર
૧૦૦ જૈન ધર્મના શ્વેત વસ્ત્રોના હિમાયતી કયા નામે ઓળખાયા ?
– શ્વેતાંબર
૧૦૧ જૈન ધર્મના સાધુઓને વસ્ત્ર ન હોવાથી તે કયા નામે ઓળખાયા ?
– દિગંબર
૧૦૨ સામાજિક ક્ષેત્રે કોણ મહાન સમાજસુધારક બન્યા?
– મહાવીર સ્વામી
૧૦૩ કલિકાલસર્વજ્ઞનું બિરુદ કોણ પામેલા?
– હેમચંદ્રાચાર્ય
૧૦૪ સિદ્ધહેમશબ્દાનુશાસન પ્રાકૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ કોણે લખેલો?
– હેમચંદ્રાચાર્ય
૧૦૫ વાઘેલા વંશના રાજવીઓના સમયમાં કોણ બે સમર્થ કવિઓ હતા?
– વસ્તુપાલ અને તેજપાલ

Previous articleશહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ
Next articleડાકોટા જોન્સન પાસે હાલમાં ઘણી ફિલ્મ હાથમાં રહેલ છે