હેપ્પી જીવન યોગ સેમિનારમાં આયુર્વેદ અંગે માર્ગદર્શન અપાયું

0
655

વાવોલની એમ.બી. પટેલ સ્કુલના પ્રાર્થના હોલ ખાતે હેપ્પી યુથ ક્લબ દ્વારા  આયોજિત “હેપ્પી જીવન યોગ સેમિનાર” છેલ્લાં ૫ દિવસથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

આ યોગ સેમિનારમાં આજે ગાંધીનગરના નવા સચિવાલય ખાતેના આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ. રાકેશભાઇ ભટ્ટે ઉપસ્થિત રહી યોગાર્થીઓને આયુર્વેદ અંગે માર્ગદર્શન પુરું પાડ્‌યું હતું. આ સાથે તેમણે રોજીંદા જીવનમાં આયુર્વેદનો સરળતાથી ઉપયોગ કરી રોગોને કેવી રીતે દૂર રાખી સ્વસ્થ જીંદગી જીવી શકાય તે માટે સમજણ પુરી પાડવા ઉપરાંત હવે શરૂ થઇ રહેલી ચોમાસાની મૌસમમાં બિમારીઓથી બચવા માટે ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી.

ડૉ. રાકેશભાઇ ભટ્ટનું આ પ્રસંગે યોગ સેમિનારના યોગ સેવક વિરમભાઇ તથા હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી દ્વારા પુસ્તક અને શુભે?ચ્છા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here