ગાંધીનગર અને કલોલ ખાતે પ્રાંત કક્ષાએ જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

1446

ગાંધીનગર જિલ્લાની  ગાંધીનગર અને કલોલ પ્રાંત કક્ષાની બેઠકને સંબોધતા ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા અને જળ સંપતિ રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું  હતું કે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તથા જિલ્લા વહીવટી  તંત્ર વધુ લોકાભિમુખ બનીને પ્રજા સુધી ત્વરીત લાભો આપીને પ્રજાના  પ્રશ્નોનું ઝડપી નિવારણ થવુ જોઇએ.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેના પ્રજાને મળેલ લાભો તથા ઉપલબ્ધિઓથી વિકાસ કાર્યોને વધુ વેગ મળયો છે. વહીવટી અડચણો ઝડપથી દૂર થાય અને વિકાસલક્ષી કાર્યોથી પ્રજાને આત્મસંતોષ થાય તે પ્રમાણે કાર્યપ્રણાલીમાં ઝડપ લાવી સમય મર્યાદામાં ગરીબલક્ષી સહાય યોજનાનાં લાભો પ્રત્યેક જરૂરત મંદ લોકોને પ્રાપ્ત થાય તે દિશામાં કાર્યો હાથ ધરવા જોઇએ.

વડા પ્રધાન  નરેન્દ્રભાઇ મોદીથી દેશની ઇમેજ વધી છે. ખેડૂતોને પાકોનાં ટેકાના ભાવ, પાક વીમો, પ્રધાનમંત્રી આવાસ યોજના, પેન્શન યોજના સહિત એ.ટી.વી.ટી. અને જિલ્લા આયોજન મંડળના હાથ ધરાયેલા વિકાસ કામોના અમલીકરણ અંગે સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેકટર એસ.કે. લાંગાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે વિવિધ વિકાસ કાર્યક્રમોમાં લોક ભાગીદારીથી જ શ્રેષ્ઠ પરિણામો હાંસલ થાય છે. ગાંધીનગરમાં તાલુકા કક્ષાએ અને દરેક સમાજને સ્પર્શતા પ્રશ્રનોની સમીક્ષા કરીને રાજય સરકારનાં લાભો પ્રજાને ઝડપભેર મળે તેવા પ્રયાસો કરાશે.

જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે જિલ્લા વિકાસ અધીકારી હીતેષ કોયા, મ્યુનીસીપલ કમિશ્નર એસ.એલ. અમરાણી, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ સાથે બેઠક કરી હતી. પ્રાંત કક્ષાની ગાંધીનગર અને કલોલ ખાતે યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતનાં પ્રમુખો અને હોદ્દેદારો ઉપસ્થિત રહયાં હતાં. કલોલ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્યો અતુલ પટેલ, અમીતભાઇ ચોધરી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ નૌલેશભાઇ શાહ ઉપસ્થિત રહયાં હતાં.

Previous articleરોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો
Next articleનગરના દબાણો ઉપર તંત્ર ત્રાટક્યું