નગરના દબાણો ઉપર તંત્ર ત્રાટક્યું

1105

ગાંધીનગરમાં આજે સવારથી જ રોડ સાઈડના લારી-ગલ્લાના દબાણો પર તંત્ર ત્રાટકયું હતું. કલેકટરના સીધા આદેશથી મહાનગર પાલિકા તેમજ વન વિભાગ સહિતના અધિકારીઓની જુદી જુદી ટુકડીઓ આખાયે ગાંધીનગરમાં ડ્રાઈવ કરીને દબાણ હટાવવાની કામગીરી આરંભી હતી. જેથી લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી જવા પામી હતી.

જો કે કેટલાંક વર્ષોથી જામી પડેલા અને તંત્ર સાથે સાંઠગાંઠ ધરાવતા દબાણધારકોને રાત્રે જ ડ્રાઈવનો મેસેજ મળતાં દબાણો સગેવગે કર્યા હતા.

Previous articleગાંધીનગર અને કલોલ ખાતે પ્રાંત કક્ષાએ જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Next articleરાણપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઓરી રૂબેલા રસીકરણને લઈને ડોક્ટરો સાથે મિટીંગ યોજાઈ