છત્રાલમાં કેન્ડલ માર્ય યોજી ૧૬માં દિવસે પાટીદાર વેપારીને શ્રદ્ધાંજલિ

0
707

કલોલના છત્રાલ ગામે અશોક પટેલ નામના વેપારીની હત્યાને ગઈકાલે ૧૬ દિવસ પૂર્ણ થયા હતા. ત્યારે ગામના લોકોએ રાત્રે એકઠા થઈને કેન્ડલ માર્ચ યોજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આસપાસના ગામના લોકો હાજર રહ્યાં હતા. ૨૪ જૂનના રોજ પટેલ વેપારીની કરપીણ હત્યા કરાઈ હતી જેથી સમગ્ર પથકમાં તંગદીલી સર્જાઈ હતી.

ગાંધીનગર જિલ્લાના કલોલથી ૧૦ કિમી દૂર આવેલા છત્રાલ ગામમાં ૨૪ જૂનના રોજ ૫૦ વર્ષીય વેપારીની માર મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં કોમી તંગદીલી સર્જાઈ હતી અને કડી શહેરમાં બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું.

મૃતક અશોક પટેલના પરિવારજનો અને કેટલાક એક્ટિવિસ્ટોએ કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે દેખાવો કર્યા હતા અને ત્યારબાદ પ્રાર્થના શરૂ કરી હતી. જોકે અચાનક જ પથ્થરમારો શરુ થતા કોમી તંગદીલી સર્જાઈ હતી. આ પહેલા મૃતકના પુત્ર અંકિત પટેલે પણ અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે અને આસપાસ હાજર બીજા લોકોએ તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

કલોલમાં થયેલી વેપારીની હત્યાના બાદ ચાર દિવસ બાદ ચૂસ્ત સુરક્ષા વચ્ચે અંતિમવિધિ કરવામાં આવી હતી. વેપારી અશોક પટેલના અંતિમ સંસ્કારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. વેપારીની અંતિમવિધિને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને વધારાની ફોર્સ ખડકી દેવામાં આવી હતી. આ હત્યાને પગલે ૨૬ જૂનના રોજ પથ્થરમારો પણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here