નોંઘણવદર ગામે જીવાદોરી સમાન શીવસાગર તળાવમાં ભંગાણ થયુ

1056

નોંઘણવદરમાં શીવસાગર તળાવ લગભગ એક કિલો મિટરની ત્રીજાયમાં આવેલુ છે જે ૩ ગામ નોંઘણવદર સમઢીયાળા અને ખિજડીયાના ખેડુતોને પાણીનો લાભ મળે છે. જે છેલ્લા પાંચ વર્ષની પહેલા વરસાદે ભંગાણ થાઈ છે પણ અનેક રજુઆત કરવા છતા તંત્ર જાગતુ નથી અને કુંભ કરણની નિદ્રામાં રહે છે. એક બાજુ ગામડે ગામડે તળાવ અને ડેમ ભરવાની વાતો કરતી સરકારની વરસાદનું પાણી તળાવમાં રોકી શકે તો ખેડુતોને ૮૦ ટકા ઉપજ મળે તેમ છે. તો આ બાબતે યોગ્ય કરી વહેલી તકે નોંઘણવદર ગામનાં પ્રશ્ન હલ થાય તેવુ ગામ લોકો ઈચ્છી રહ્યા છે.

Previous articleભાવનગર જિલ્લા કોંગ્રેસની યોજાયેલી પ્રથમ મિટીંગ
Next articleવીજકંપનીની બેદરકારીથી પિતા-પુત્રનાં મોતનાં વિરોધમાં રાજુલામાં આવેદન અપાયું