NCTEનો ગુજરાતની ૧૩ બીએડ કોલેજો બંધ કરવાનો નિર્ણય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ

1139

એક તરફ રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે સ્કુલમાં શિક્ષકોનો અભાવ છે ત્યારે શિક્ષકો તૈયાર કરતી કોલેજો પણ જાણે મૃતપ્રાય બની ચુકી હોય તેમ લાગી રહ્યુ છે. એનસીટીસીએ રાજ્યામાં ૧૩ બીએડ કોલેજો બંઘ કરવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. બીએડ કોલેજોમાં સ્ટાફના અભાવને કારણે રાજ્યમાં કોલેજો બંઘ થવાને આરે છે અને જે કોલેજો વધી છે તેમાં પણ લાયકાત વગરનો સ્ટાફ હોવાનુ સામે આવ્યુ છે. એનસીટીસી દ્વારા રાજ્યની બીએડ કોલેજોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં ૧૩ કોલેજોમાં વિવિધ ખામીઓ સામે આવતા તેને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીટીસીની તપાસમાં કેટલીક કોલેજોમાં સ્ટાફનો અભાવ હોવાનુ સામે આવ્યુ તો અનેક કોલેજોમાં સ્ટાફ તો જોવા મળ્યો પરંતુ તેઓમાં લાયકાત નહોવાનુ સામે આવ્યુ છે. ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો બી.એડ ફેકલ્ટી ડીનના પુત્રની કોલેજમાં પણ ખામી હોવાનુ સામે આવ્યુ છે. ડીન આર એસ પટેલના પુત્રની આકાર બીએડ કોલેજમાં પણ લાયકાત વગરનો સ્ટાફ હોવાને કારણે તેને બંઘ કરી દેવાનો નિર્ણય એનસીટીસી દ્વારા લેવામા આવ્યો છે.

Previous articleહાર્દિકના ઉપવાસમાં મેવાણી, અલ્પેશની ગેરહાજરી જ રહેશે
Next articleઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોની કોંગ્રેસમાં પાછા જવા સમજાવટ