બાવળીયાની જગ્યાએ ભાવનગરના નેતા કળસરીયા પર કોંગ્રેસની નજર

3720

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ હવે સક્રિય થઈ છે. તે ભાવનગરના દમદાર નેતા ડો. કનુભાઈ કલસરિયાનો કોઈપણ ભોગે પક્ષમાં સમાવેશ કરવા માગે છે અને આ માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે ખેડૂતોના નેતા ગણાતા કનુભાઈને મનાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે જેના પગલે કનુભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

જેમ જેમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. નારાજ અને અસંતુષ્ઠ નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરવાની રીતસરની જાણે હોડ લાગી છે. ભાજપે ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાની મોટી વિકેટ ખેરવીને કોંગ્રેસને જબ્બર આંચકો આપ્યો હતો. તો હવે કોંગ્રેસે વધુ એક કોળી સમાજના મોટા આગેવાન પર નજર ઠેરવી છે.

કોંગ્રેસ ભાવનગરના દમદાર નેતા ડો. કનુભાઈ કલસરિયાનો કોઈપણ ભોગે પક્ષમાં સમાવેશ કરવા માગે છે. આ માટેના ચક્રો પણ ગતિમાન થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે ખેડૂતોના નેતા ગણાતા કનુભાઈને મનાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે જેના પગલે કનુભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે કનુભાઈ તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા સાંપડી રહી છે.

ડો.કનુભાઈ કલસરિયા બીજેપીના પૂર્વ ધારાસભ્ય છે. તેમણે નારાજગીના કારણે ભાજપનો ત્યાગ કર્યો હતો. ૨૦૧૪માં કોગ્રેસમાં જોડાવાના હતા પણ તેમણે આમ આદમી પાર્ટી પસંદ કરી હતી. જોકે હવે ૨૦૧૯ની ચૂંટણી માટે કોંગ્રેસે ફરી તેમનો સંપર્ક કર્યો છે.

Previous articleશેત્રુંજી ડેમમાં નવા નીરની આવક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે