ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

1317

બોટાદ પોલીસ મથકમાં ચાર વર્ષ પૂર્વે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર અમરેલી જિલ્લાના આગરીયા ગામના શખ્સને બોટાદ એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા પો.સ.ઇ. ડી.વી. ડાંગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ડી.એમ. ત્રીવેદી, હે.કો. રાકેશભાઇ, હે.કો. ભગવાનભાઇ, હે.કો. બળભદ્રસિંહ, હે.કો. પ્રવિણસિંહ, હે.કો. મયુરસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. અશોકભાઇ, પો.કો. કનકસિંહ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. રાકેશભાઇને મળેલ બાતમી આધારે બોટાદ પોલીસ સ્ટેશન, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હાના કામે આજદીન સુધી નાસતો ફરતો આરોપી ભુરો ઉર્ફે પ્રતાપભાઇ વેલજીભાઇ દે.પુ. ઉ.વ.૪૯ રહે.આગરીયા તા.રાજુલા જી.અમરેલી વાળાને બોટાદ, તાજપર સર્કલ પાસેથી પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleદક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન
Next articleધરેણા ધોવાના બહાને સોનું ઓળવી લેતા બે ઝડપાયા