રણબીર અને આલિયાનો નવો વિડિયો જારી : ફેન્સમાં રોમાંચ

0
562

રણબીર કપુર અને આલિયા ભટ્ટ હાલમાં એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટને લઇને નવો વિડિયો જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રણબીર કપુર આલિયા ભટ્ટના આવાસ પર પહોંચી ગયો હતો અને આલિયાના પિતા મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી. તે દિવસોનો જ વિડિયો જારી કરવામાં આવ્યો છે. આ વિડિયો હાલમાં જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો થોડોક જુનો હોવા છતાં ચાહકો તરફથી જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. હાલમાં રણબીર કપુરની રજૂ થયેલી સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. આલિયા અને રણબીર થોડાક દિવસ પહેલા જ જાહેરમાં તેમના પ્રેમ સંબંધને કબુલી ચુક્યા છે. હાલમાં દરેક જગ્યાએ સાથે પણ નજરે પડે છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટ એકબીજાને લઇને ખુબ ક્રેજી છે. ઉપરાંત હવે સંબંધોને લઇને ગંભીર પણ છે. એક ઇન્ટરવ્યુમાં હાલમાં રણબીર કપુરે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેમના રિલેશનશીપને સર્કસ તરીકે બનાવી દેવાની કોઇ જરૂર નથી. ફિલ્મની વાત કરવામાં આવે તો આલિયા અને રણબીર પોતે પણ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. રણબીરની હાલમાં રજૂ કરવામાં આવેલી સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. તે ૨૩૦ કરોડથી વધારેની કમાણી તો માત્ર ભારતમાં કરી ચુકી છે. કમાણી સતત વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here