ભાવનગરમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં ૫૫૦ યુવાનોને નોકરી અપાઈ

1219

ભાવનગર શહેરનાં અટલ બિહારી ઓપનએર થિયેટર મોતિબાગ ખાતે આજે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૫૫૦ જેટલા બેરોજગાર યુવાનોને વિવીધ કંપની, ફેકટરી અને ઓફિસો દ્વારા નોકરી આપવામાં આવી હતી.મદદનીશ નિયામક રોજગારની કચેરી તથા ભાવનગર યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ અટલ બિહારી બાજપાઈ ઓપનએર થિયેટર, મોતીબાગ ખાતે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકીત ૪૦ જેટલા નોકરીદાતાઓ દ્વારા ભાગ લીધો હતો.

મદદનીશ નિયામક કચેરી ભાવનગર દ્વારા જિલ્લાનાં ૬ હજાર જેટલા બેરોજગાર યુવાન ભાઈઓ-બહેનોને કોલલેટર તેમજ એસએમએસ દ્વારા જાણ કરાઈ હતી જે પૈકી ૬૨૫ જેટલા યુવાન ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકીનાં ૫૫૦ જેટલા બેરોજગારને વિવિધ નોકરીદાતા દ્વારા નોકરી આપવામાં આવી હતી.

ભાવનગર જિલ્લાનાં દૂરનાં ગામોનાં ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા આવવા જવા માટે વિનામુલ્યે એસ.ટી.નાં કુપનો પણ આપવામાં આવ્યા હતા.

Previous articleખેડુતોનો કુદરત સામે જુગઠુ દાવ…!
Next articleસરકારી શાળામાં વિદ્યાર્થીઓ માટે દર મહિને પરીક્ષા લેવાશે