જસદણની પેટા ચૂંટણીમાં બાવળિયા હારશે, અનેક નેતા કોંગ્રેસમાં પરત ફરશે : ધાનાણી

3802

ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલા ગુજરાતના રાજકારણ પર પ્રતિક્રિયા આપી હતી. ધાનાણીએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે ૩ જાન્યુઆરી ૨૦૧૯ પહેલા પેટા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઇએ. જસદણમાં સરકાર વહેલી ચૂંટણી કરવા નથી ઇચ્છતી આ પાછળ તેને હારનો ભય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કોંગ્રેસ સાથે છેડો ફાડેલા ફરી કોંગ્રેસમાં વાપસી કરશે. તો ધાનાણીએ કહ્યું કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજીની હાર થશે. પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કેટલાક રાજકીય અને સામાજિક આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં છે, તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે. આ સિવાય પાર્ટીના નારાજ નેતાઓ તથા કાર્યકર્તાઓને મનાવવા વિવિધ પદ્દાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરનારાઓ વિરુદ્ધ પણ કડક પગલા લેવામાં આવશે. વધુમાં પરેશ ધાનાણીએ કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ, તથા લોકસભાની ચૂંટણીની સાથે જસદણ બેઠકની પેટા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં સાથે યોજાઇ શકે છે. વહેલી ચૂંટણી યોજવામાં સરકારને રસ નથી, કારણ કે તેને હારનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે લોકસભાનો પરામર્શ શરૂ કર્યો છે ઉમેદવારો નક્કી કરવાની શરૂઆત આગામી દિવસોમાં શરૂ થશે.

બીજી બાજુ પરેશ ધાનાણીએ કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનું અવિભાજ્ય અંગ છે, તેઓ કોંગ્રેસમાં હતા છે અને રહેશે, વધુમાં ધાનાણીએ હાર્દિકના ઉપવાસ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ઉપવાસ આંદોલન બાબતે હાલ કોઈ મુદ્દો મારી સમક્ષ આવ્યો નથી, જો હાર્દિક સરકાર સામે રોષને કારણે ઉપવાસ કરી રહ્યો છે. જે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ જોવા મળશે.

Previous article૧૬મીથી ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ
Next articleરાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ, સુત્રાપાડામાં ૮, કોડીનારમાં ૭ ઇંચ વરસાદ