સિહોરના સર ગામે શેઢા પાડોશી વચ્ચે અથડામણ

1435

સિહોર તાલુકાના સર ગામે વાડીમાં બળતણ મુકવા બાબતે શેઢા પાડોશી વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ૩૦૭ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના સર ગામે રહેતા હરેશભાઈ કેશીભાઈ સોલંકી અને ગોપાલસિંહ પ્રતાપસિંહ ગોહિલ શેઢા પાડોશી હોય અને શેઢાની તકરાર ચાલતી હોય જેનો કેસ કોર્ટમાં શરૂ હોય દરમ્યાન ગઈકાલે સાંજે હરેશભાઈના ભત્રીજા ઘનશ્યામભાઈ પોતાની વાડીએ બળતણ મુકી રહ્યાં હતા ત્યારે ગોપાલસિંહ પ્રતાપસિંહ, શક્તિસિંહ પ્રતાપસિંહ, યશપાલસિંહ જસુભા, શિવુભા જસુભા, ભરતસિંહ ચંદુભા, પૃથ્વીરાજસિંહ કબુબેન સોલંકી, મીરાબેન સોલંકી, રમેશભાઈ કિશનભાઈ સોલંકી સહિતનાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિહોર પોલીસે હરેશભાઈની ફરિયાદ નોંધી ઉપરોક્ત સાતેય શખ્સો વિરૂધ્ધ ૩૦૭ની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleરાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ, સુત્રાપાડામાં ૮, કોડીનારમાં ૭ ઇંચ વરસાદ
Next articleલાયન્સ કલબ ઓફ ભાવનગરને એવોર્ડ